Friday, November 16, 2018

CID ક્રાઇમને કૌભાંડી વિનય શાહના ઘરેથી 50 લાખનો મુદ્દામાલ , 34 કોમ્પ્યુ. અને 1 લાખના દાગીના મળ્યા

એકના ડબલ કરવાની લોભામણી જાહેરાતો આપી 260 કરોડનું ફુલેકું ફેરવી વિનય શાહ ફરાર થઈ ગયો છે, ત્યારે આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસના તમામ દસ્તાવેજો કબજે કર્યા હતા. ત્યાર બાદ આજે વિનય શાહના પાલડી સ્થિત ઘરે, વર્લ્ડ કલેવરેક્ષ સોલ્યુશન અને આર્ચર કેરની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સીઆઇડી ક્રાઇમે વિનય શાહના ઘરેથી 50 લાખનો મુદ્દામાલ , 34 કોમ્પ્યુટર, બે લેપટોપ, એક લાખના સોના-ચાંદીના દાગીના અને 4 સ્વાઇપ મશીન કબ્જે કર્યા હતા.

(હાલ ફરાર થઇ ગયેલા વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહની તસવીર)

દોઢ વર્ષમાં લેભાગુ 3૦ કંપનીની 1૦૦ કરોડની મિલકતો ટાંચમાં લીધી
સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. રોકાણકારો લાલચમાં ખોટી જગ્યાએ રોકાણ કરીને ફસાય છે અને ઠગ નાણાં લઈને નાસી જાય છે. ખરેખર જે કંપનીમાં રોકાણ કરો તે કંપનીની તપાસ કરવી જોઈએ, જે રોકાણકાર કરતા નથી. છેલ્લા દોઢેક માસમાં ૩૦ જેટલી કંપનીઓએ દ્વારા આશરે ચારેક લાખ રોકાણકારોના અબજો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. જેમાં ૧૦૦ કરોડની પ્રોપર્ટી સીઆઈડી ક્રાઈમ દ્વારા ફ્રિઝ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા વખતો-વખત જાહેરાતો કરવામાં આવતી હોવા છતાં રોકાણકારો લોભમાં આવી રીતે રોકાણ કરીને ફસાઈ રહ્યાં છે.

Original News Source From: Divyabhaskar Samachar

No comments:

Post a Comment