Saturday, November 17, 2018

વિનય શાહ લિસ્ટિંગ બાદ 10 રૂ.નો શેર 120નો થઇ જવાની લાલચ આપી ખંખેરતો રૂપિયા - ArcherCare 260rs Scam

* વિનય એક લાખનું રોકાણ કરનારને સોનાનો સિક્કા આપી આંબા-આંબલી બતાવતો.


* વિદેશ ટ્રીપ કરાવવાની લાલચ આપી પોતાના કરન્ટ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવડાવતો
અમદાવાદઃ વિનય શાહ આર્ચરકેર નામની કંપની દ્વારા 260 કરોડની છેતરપિંડી આચરી વિદેશ નાસી છૂટ્યો છે. વિનય શાહે કોઈને સોનાના સિક્કા તો કોઈને દુબઈની ટ્રીપ આપવાનું કઈ હજારો લોકો સાથે છેતરપિંડી આચરી છે. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે મધ્યમ અને ગરીબ પરિવારોને જ પોતાના ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું હતું. વિનય કહેતો કે તમે દસ રૂપિયાનો શેર ખરીદો અને કંપની લિસ્ટ થશે ત્યારે 120 રૂપિયા થઈ જશે. આ સમગ્ર પ્રકરણમાં વિનય દર વખતે એક નવી લોભામણી લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેતો હતો.
પૂર્વ વિસ્તારમાં અંદાજે 4500 લોકોની આખી ચેન બનાવી હતી
વિનય લોકોને આ કંપની રજિસ્ટર્ડ છે અને તમારા રૂપિયા સુરક્ષિત હોવાનું કહી જાળમાં ફસાવતો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અંદાજે 4500 લોકોની આખી ચેન બનાવી હતી.આ ગ્રુપમાં જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે વિનય પોતે લોકોને આંબા-આંબલી બતાવી પૈસા રોકવા માટે તૈયાર કરતો હતો. આ માટે તે એક લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરનાર લોકોને એક સોનાનો સિક્કો આપતો હતો. આ સિક્કાની સાથે તે સિલેક્ટેડ લોકોને દુબઈ કે બેંગકોકની ટ્રીપ કરાવવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પોતાના કરન્ટ એકાઉન્ટમાં જમા કરાવડાવતો હતો.
બેંકે ટ્રાન્ઝેક્શનની લિમિટ બાંધી હોવાનું જણાવી કમિશન ન આપતો
જ્યારે લોકો પોતાના ભરેલા રૂપિયાના બદલામાં પોતાનું કમિશન માંગતા ત્યારે તેને કહેતો કે, હાલ બેંક દ્વારા રોજના ટ્રાન્ઝેક્શનની લિમિટ બાંધી દેવામાં આવી છે, અને અહીં બધું જ ઓલ ઈઝ વેલ છે એમ કહી લેણદારોને પોતાની ઓફિસથી રવાના કરી દેતો હતો. આ દરમિયાન વિનયે અમદાવાદથી 250 લોકોને દુબઈ મોકલ્યા હતા. આ ટ્રીપ માટે આખી ફ્લાઇટ પણ બુક કરાવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

બિફોર લિસ્ટિંગ શેર આપીશું, રૂપિયા કમાવવાની ઉત્તમ તક
એકવાર વિનયે જીએમડીસી ગ્રાઉન્ડમાં લોકોને ભેગા કરી કહ્યું હતું કે અમે એક નવી કંપની શરૂ કરી રહ્યા છીએ, જે કંપની થોડા સમયમાં પબ્લિક લિમિટેડ થઈ જશે. જેના શેર બહાર પડશે, હાલ તમે આ કંપનીમાં રોકાણ કરો. અમે તમને 10 રૂપિયાના એક એમ ગણતરી કરીને બિફોર લિસ્ટિંગ શેર આપીશું. 

News Source From Divya Bhaskar Samachar

1 comment: