Saturday, November 17, 2018

વિનય શાહે માત્ર 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને આચર્યું 260 Crનું કૌભાંડ, મિલકત વેચીને નહીં થઇ શકે લેણદારોની ચૂકવણી

એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડનું ફુલેકું ફેરવી નાસી છૂટેલા વિનય શાહ માત્ર 10 હજાર રૂપિયાના ખર્ચે કંપની ઉભી કરીને 260 કરોડનું ફૂલેકું ફેરવ્યું હોવાની વિગતો સામે આવી છે.

    કૌભાંડી વિનય શાહે માત્ર 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને આચર્યું 260 Crનું ફુલેકું
    260 કરોડના સ્કેમ પાછળ વિનય શાહનુ શેતાની ભેજુ કામ કરે છે. વિનય શાહે કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવાના બદલે તેને લિમિટેડ લાયાબિલીટી પાર્ટનરશીપ (એલએલપી) બનાવી હતી. આ કંપની શરૂ કરવા માટે માત્ર 10 હજાર રુપિયાનો ખર્ચ થાય છે, જ્યારે તેની સાથે કંપની જો ફડચામાં જાય તો કંપનીની મિલકત ટાંચમાં લઇ શકાતી નથી. વિનય શાહ હાલ ફરાર છે અને તેની કંપનીમાં ફસાયેલા નાણા લેવા માટે લોકો લાઇન લગાવી રહ્યા છે તેની ઓફિસમાં ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ વિનય શાહ પકડાય તો પણ તેની અંગત મિલકત વેચીને પણ લોકોના નાણાં ચૂકવાશે નહી. વિનય શાહએ 10 હજાર ખર્ચીને 260 કરોડથી વધુનુ ફુલેકુ ફેરવી દીધુ છે. તેની સાથે વિનય શાહને અંદાજ હશે કે તેની કંપની બંધ થઇ જશે તો તેની મિલકત ટાંચમાં લેવાશે જેથી તેણે પહેલાથી જ પોતાની કંપનીમાં જવાબદારી ઓછી રાખવાનો કારશો ઘડી કાઢ્યો હતો.
    વિનય શાહની આર્ચડકેર ડીજીએડ એલએલપી કંપનીમાં ગુજરાતભરમાંથી લોકોએ મોટા રીટર્નની લાલચમાં આવીને રોકાણ કર્યુ હતુ. એક બીજાની ચેઇન ગોઠવીને વિનય શાહે કરોડો રૂપિયા ઉઘરાવી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વિનય શાહે પોતાની કંપની રજીસ્ટર છે અને તમારા રૂપિયાનુ તમને ચોક્કસ વળતર મળશે તેવી લાલચ આપીને લોકોને પોતાની કંપનીમાં રોકાણ કરાવ્યુ હતુ. વિનય શાહને અણસાર આવી ગયો હતો કે, ગમે તે સમયે તે લોકોના રૂપિયા ચૂકવી સકશે નહીં અને તેના કારણે તેની પોતાની જવાબદારી આવશે અને કંપનીના પાટીયા પાડી દેવા પડશે તે માટે તેણે પહેલાથી જ પોતાની કંપનીમાં લિમિટેડ લાયાબિલીટી રાખી હતી. જેથી ગમે તે સમયે કંપની ફડચામાં જાય તો તેની મિલકતને કે પોતાને વઘારે નુકશાન થાય નહી. જેથી વિનય શાહ માત્ર 10 હજાર રૂપિયાના ખર્ચમાં બની શકે તેવી એલએલપી કંપની જ બનાવી હતી.

    વિનય શાહ હાલ વોન્ટેડ છે અને તેના લેણદારો ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ તેમના લેણદારોને રુપિયા મળવાની સ્થિતી નહિવત છે. કારણકે તેણે પોતાની કપંનીની જવાબદારી ખુબ જ ઓછી રાખી હતી. જેથી વિનય શાહ હવે જ્યારે પોલીસ પકડે કે પોલીસ સમક્ષ હાજર થાય તો પણ પોલીસ તેની મિલકત વેચીને લેણદારોને રકમ પાછી આપશે નહી.

    News Source From Divya Bhaskar Samachar

    No comments:

    Post a Comment